CAA Protest: દિલ્હીમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર કર્યું પ્રદર્શન, અનેકની અટકાયત

નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના ઘર બહાર પ્રદર્શન કર્યું છે. ગૃહ મંત્રીના ઘર બહાર દિલ્હી મહિલા કોંગ્રેસ (congress) ના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોની માગણી હતી કે CAA કાયદો પાછો ખેંચવામાં આવે. અત્રે જણાવવાનું કે કાયદાના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન થયા હતાં. દિલ્હીમાં અનેક જગ્યાઓ પર ગુરુવારે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ હતી. કેટલેક ઠેકાણે તો દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 

CAA Protest: દિલ્હીમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર કર્યું પ્રદર્શન, અનેકની અટકાયત

નવી દિલ્હી:નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના ઘર બહાર પ્રદર્શન કર્યું છે. ગૃહ મંત્રીના ઘર બહાર દિલ્હી મહિલા કોંગ્રેસ (congress) ના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોની માગણી હતી કે CAA કાયદો પાછો ખેંચવામાં આવે. અત્રે જણાવવાનું કે કાયદાના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન થયા હતાં. દિલ્હીમાં અનેક જગ્યાઓ પર ગુરુવારે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ હતી. કેટલેક ઠેકાણે તો દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 

નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા કોંગ્રેસના મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અમિત શાહના ઘર પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ શર્મિષ્ઠા મુખરજી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરાઈ. 

— ANI (@ANI) December 20, 2019

દિલ્હી (Delhi)  મેટ્રોના ચાવડી બજાર, લાલ કિલ્લા, અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી ગેટ બંધ કરી દેવાયા છે. આ સ્ટેશનો પર હાલ મેટ્રો થોભશે નહીં. દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. આ ઉપરાંત પોલીસે પગપાળા માર્ચ પણ કરી. સીલમપુર વિસ્તારોમાં ફ્લેગમાર્ચમાં મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્તારમાં 17 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદા વિરુદ્દ હિંસક પ્રદર્શન થયું હતું. 

જુઓ LIVE TV

આ બાજુ તામિલનાડુ (Tamilnadu) માં નાગરિકતા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે ગઈ કાલે ચેન્નાઈના વલ્લુરવર કોટ્ટુમમાં ભેગા થયેલા એક્ટર સિદ્ધાર્થ, મ્યુઝિશિયન ટીએમ કૃષ્ણા, સાંસદ થિરુમાવલવન અને એમએચ જવાહિરુલ્લા સહિત 600 પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news